કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરીથી AIIMS માં દાખલ, 12 દિવસ પહેલા જ થયા હતા ડિસ્ચાર્જ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. શનિવારે મોડી રાતે 11 વાગે અમિત શાહને ફરીથી દિલ્હીની AIIMS માં દાખલ કરાયા છે.
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. શનિવારે મોડી રાતે 11 વાગે અમિત શાહને ફરીથી દિલ્હીની AIIMS માં દાખલ કરાયા છે. અમિત શાહે તાજેતરમાં જ કોરોના વાયરસ (Corona Virus) ને માત આપી હતી. હાલ તેઓ એમ્સ (AIIMS) ના કાર્ડિયો ન્યૂરો ટાવરમાં દાખલ છે.
Corona: ગ્રામીણ વિસ્તારોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના, આ સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
રિપોર્ટ્સમાં થઈ રહેલા દાવા મુજબ કોરોના વાયરસને હરાવીને સાજા થયા બાદ તેઓ શ્વાસ સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ અગાઉ પણ તેઓને કોરોના વાયરસથી સાજા થયા બાદની સારસંભાળ માટે એમ્સમાં દાખલ થયા હતાં અને 31મી ઓગસ્ટે તેમને રજા આપવામાં આવી હતી.
આ VIDEOએ રિયાનો ભાંડો ફોડ્યો, પાર્ટીમાં બિન્દાસ ડ્રગ્સ લેતી જોવા મળી
અત્રે જણાવવાનું કે ગૃહમંત્રી અમિત શાહ ગત 2 ઓગસ્ટના રોજ કોરોના પોઝિટિવ આવ્યા હતાં. ત્યારબાદ તેઓ ગુરુગ્રામની મેદાન્તા હોસ્પિટલમાં દાખલ થયા હતાં. 14 ઓગસ્ટના રોજ તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. જો કે તેના 4 દિવસ બાદ 18 ઓગસ્ટના રોજ તેઓ પોસ્ટ કોવિડ કેર માટે એમ્સમાં દાખલ થયા હતાં. તે દરમિયાન તેમણે હોસ્પિટલથી જ મંત્રાલયનું કામકાજ સંભાળ્યું હતું.
ચીન-ભારત વચ્ચે તણાવના તમામ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube